કોર્ટ કેસ ના અખબાર – ૧૩ મી અપ્રિલ, ૨૦૧૮

અલ દાઈ અલ અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની ઝબાની મુંબઈ હાઈ કોર્ટ માં ૧૩ મી અપ્રિલ ૨૦૧૮ બપોરે દોબારા શરુ થઇ. સૈયદના તાહેર ફખરુદ્દીન દાવત ના કેસ ન. ૩૩૭/૨૦૧૪ માં પ્લેનટીફ ની હેસિયત સી ગવાહી આપી. નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ ની કોર્ટ માં ઝબાની થઇ.

કુલ ૨ સેશન માં શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન, પ્રતિવાદી, ના સીનીયર કાઉન્સિલ મોહતરમ ઇકબાલ ચાગલા એ સૈયદના તાહેર ફખરુદ્દીન ને ૩૦ સવાલ પૂછા. ૨૦૧૫ માં કેસ માં ઝબાની શરુ થઇ અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ને જુમલે ૫૪૪ સવાલો પુછાયા. અને સૈયદના ફખરુદ્દીન ની ઝબાની શરુ થઇ ત્યાર સી કે હમણાં તક ૭૬૩ સવાલો પુછાયા છે . સૈયદના કુત્બુદ્દીન અને સૈયદના ફખરુદ્દીન ને હમણાં સુધી કુલ ૧૩૦૭ સવાલો આજ તક પુછાયા છે.

ઇકબાલ ચાગલા એ સૈયદના તાહેર ફખરુદ્દીન ને કુરઆન મજીદ માં થી અમુક આયતો બતાવીને પૂછું કે શું આ આયતો એમ કહે છે કે વસિયત (વારસાપત્ર – વીલ) વાસ્તે ૨ મરદો શાહિદ હોવા જોઈએ એમ જરૂરી છે? સૈયદના તાહેર ફખરુદ્દીન એ ફરમાવ્યું કે એમ નથી, આ ઝિકર દુન્યવી વસિયત (વર્લ્ડલી વિલ) કરવા વાસ્તે ૧-૨ રસ્તા બતાયા છે. ઇકબાલ ચાગલા એ પછી સવાલ કીધો કે બીજી કઈ તરહ ની વસિયત છે કે જે દુન્યવી વસિયત નથી, સૈયદના એ ફરમાવ્યું કે નસ્સ (એક દાઈ એના વારસ મનસૂસ ને કાઈમ કરે) એ ભી એક તરહ ની વસિયત છે, પણ તે ફક્ત દુનિયા પૂરતી બાબત વાસ્તે નથી.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને પૂછું કે શું “વસિયત” ની માના “વિલ” (વારસાપત્ર) છે? સૈયદના ફખરુદ્દીન એ જવાબ દીધો કે તે “વસિયત” ના શબ્દ ની એક આમ માના છે. વસિયત ની માના એમ ભી છે કે કોઈ ને નસીહત કરે યા શિખામણ આપે. કે આ મીસલ વર્તાવ કરવો જોઈએ યા અમલ કરવું જોઈએ, કોઈ સૂચન આપે એને ભી વસિયત કહી શકાય છે.

સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ને પછી એમ સવાલ પૂછો કે શું દાઉદી બોહરા કૌમ ના મઝહબ ના મુતાબિક નસ્સ એક વસિયત છે, સૈયદના એ ફરમાવ્યું કે હા અને એમ ઝ્યાદા ખુલાસો કીધો કે  વસિયત કે જે નસ્સ છે તે દુન્યવી વસિયત સી ઘણા પેહલૂ માં અલગ છે.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને કિતાબ મુખ્તસર અલ આસાર માં સી એક હિસ્સો બતાવો એ કિતાબ સૈયદનલ કાઝી અલ નોઅમાન એ લિખા છે કે જે સૈયદનલ કાઝી અલ નોઅમાન મોઈઝ ઈમામ ના કાઝી અલ કુઝાત (ચીફ જસ્ટીસ) હતા. સૈયદના ને સવાલ પૂછો કે શું વસિયત (બીક્વેસ્ટ) શાહીદો વગર થઇ શકે, સૈયદના એ ફરમાવ્યું કે હા થઇ શકે અને એમ ઝ્યાદા ફરમાવ્યું કે સૈયદનલ કાઝી અલ નોઅમાન એક બીજા કિતાબ માં ફરમાવે છે કે અગર તમને કોઈ બીજા શાહિદ (આઉટસાઈડ વિટનેસ) ન મળે તો ભી વસિયત કરે કેમ કે રસુલુલ્લાહ સ.અ. એ ફરમાવ્યું છે.

ઇકબાલ ચાગલા એ પછી સૈયદના ને આપ ની પ્લેન્ટ (કેસ ની અરજી, યાચિકા) અને એફિડેવિટ ઓફ એવીડેન્સ બતાવી ને પૂછું કે શું આપ નું એમ કેહવું છે કે ૭ માં દાઈ (સૈયદના એહમદ બિન અલ મુબારક રી.અ.) એ આપ ના માઝૂન ૮ માં દાઈ (સૈયદના હુસૈન બિન અલી રી.અ. ) પર ખાનગી માં નસ્સ કીધી અને એ નસ્સ ના કોઈ બીજા શાહિદ (આઉટસાઈડ વિટનેસ) ન્હોતા એમ આપ ને કેહવું સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના આ અરબી જુમલા ના આધાર પર છે કે “ફમાં અશહદુશ શોહોદા ઝાહેરન વમા નસ્સા અલયહે ઝાહેરન” કે જે જુમલા સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ની સન ૧૩૬૩ હિ. ની રિસાલત શરીફા “મશ્રબતો તસનીમ એ નૂર” માં છે? સૈયદના એ જવાબ ફર્માયો કે હા, સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. રિસાલત માં ફરમાવે છે અને એજ મીસલ બાવન માં  (૫૨) માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. એ ૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૦૫ માં આપની વાઅઝ માં એમ ફરમાવ્યું કે ૮ માં દાઈ એ એમ શહાદત દીધી કે આપ ના ઉપર ૭ માં દાઈ એ નસ્સ કીધી છે, અને જ્યારે કે બીજા કોઈ ભી શાહિદ ન્હોતા. આપ ની ખુદ ની શહાદત (ઝબાની) યાને ૮ માં દાઈ ની શહાદત કિફાયત હતી.

નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ આઇન્દા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની ગવાહી, ક્રોસ એક્ઝામિનેશન, ના વાસ્તે પાંચ દિવસ નક્કી કીધા છે, ૨૦ અને ૨૧ જૂન, અને ૩,૪ અને ૫ મી જુલાઈ, ૨૦૧૮ તારીખ આપી છે.