કોર્ટ કેસ ના અખબાર – ૨૧, ૨૨ માર્ચ ૨૦૧૮

અલ દાઈ અલ અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની ઝબાની મુંબઈ હાઈ કોર્ટ માં ૨૧ મી માર્ચ ૨૦૧૮ બપોરે દોબારા શરુ થઇ. સૈયદના તાહેર ફખરુદ્દીન દાવત ના કેસ ન. ૩૩૭/૨૦૧૪ માં પ્લેનટીફ ની હેસિયત સી ગવાહી આપી. નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ ની કોર્ટ માં ઝબાની થઇ.

કુલ  ૪ સેશન માં શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન, પ્રતિવાદી, ના સીનીયર કાઉન્સિલ મોહતરમ ઇકબાલ ચાગલા સૈયદના તાહેર ફખરુદ્દીન ને ૭૮ સવાલ પૂછા. ૨૦૧૫ માં કેસ માં ઝબાની શરુ થઇ અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ને જુમલે ૫૪૪ સવાલો પુછાયા. અને સૈયદના ફખરુદ્દીન ની ઝબાની શરુ થઇ ત્યાર સી કે હમણાં તક ૭૩૩ સવાલો પુછાયા છે . સૈયદના કુત્બુદ્દીન અને સૈયદના ફખરુદ્દીન ને હમણાં સુધી કુલ ૧૨૭૭ સવાલો આજ તક પુછાયા છે.

ઇકબાલ ચાગલા એ સૈયદના ફખરુદ્દીન ને એક હસ્તલિખિત કિતાબ બતાવી. સૈયદના તે કિતાબ સી વાકિફ નહોતા. ઇકબાલ ચાગલા ના કેહવા પર સૈયદના એ એમા સી થોડા જુમલા પઢા. આપ ને સવાલ કરવામાં આવ્યો કે શું આ કિતાબ માં એમ લખું છે કે ૨૫ માં દાઈ સૈયદના જલાલ રી.અ. એ ૨૬ માં દાઈ સૈયદના દાઉદ બિન અજબશાહ પર નસ્સ દાવત ના લોગો ના દરમિયાન કીધી? સૈયદના એ ફરમાવ્યું કે હા આ કિતાબ માં એમ લખું છે, સૈયદના એ ઝ્યાદા એમ ફરમાવ્યું કે આ કિતાબ માં આ વાત ગલત લખી છે કે દાવત ના લોગો એ ૨૬ માં દાઈ ને દાવત સોંપી. આપ એ ઝ્યાદા ખુલાસો કિધો કે દાવત ના લોગો નો હરગિઝ હક્ક નથી કે દાવત મનસૂસ ને સોંપે. સૈયદના હમિદુદ્દીન અલ કીરમાની રી.અ. (હાકિમ ઈમામ ના બાબ ઉલ અબવાબ) યે એમ ફરમાવ્યું છે કે અગર તમામ આલમ એમ શહાદત દે કે આજ વારીસ છે તો એ શહાદત ગણાતી નથી અગર એના પર ઈમામ યા દાઈ એ નસ્સ ના કીધી હોઈ. તે સી ઈમામ યા દાઈ એના મનસૂસ ને દાવત સોંપે છે.

ઇકબાલ ચાગલા યે સૈયદના ફખરુદ્દીન ને સવાલ કીધો કે, શું આપના પાસે કોઈ લેખિત સબૂત છે કે ૨૭ માં દાઈ સૈયદના દાઉદ બિન કુતુબશાહ હક્ક પર હતા એની મોટા માં મોટી દલીલ એ હતી કે આપ ૨૬ માં દાઈ ના માઝૂન હતા? સૈયદના એ ફરમાયુ કે હા, સૈયદી હસન બિન ઈદ્રીસ ના કિતાબ “અલ બુરહાન ઉલ જલીયાહ” માં એમ લખું  છે.

ઇકબાલ ચાગલા એ સૈયદના ફખરુદ્દીન ને પૂછું કે જે કાગઝ માં (સીજીલ્લ ઉલ બીશારત) ૨૦ માં ઈમામ એ ૨૧ માં ઈમામ ને કાઈમ કરવાની ખબર કીધી એહના મૌલાતુના હુરરત ઉલ મલેકા શાહીદ હતા? સૈયદના ફખરુદ્દીન એ ફરમાયુ કે ના આપ નહોતા. પછી ઇકબાલ ચાગલા એ સૈયદના એ કોર્ટ માં આપેલી એફિડેવિટ ઓફ એવીડન્સ માં સી આ જુમલા સૈયદના ને બતાવ્યા જેમાં આપ એ ફરમાયુ છે કે ૨૦ માં ઈમામ એ “મૌલાતુના હુરરત ઉલ મલેકા ને નસ્સ ના ઉપર – જે આપ એ સીજીલ્લ ઉલ બીશારત માં કીધી – એના વાસ્તે એકલા શાહિદ ઇખ્તેયાર કીધા” ઇકબાલ ચાગલા એ પૂછું કે આ બે માં સી કયું સહી છે? સૈયદના ફખરુદ્દીન એ ફરમાયુ કે બેવે સહી છે. જે સવાલ આપ ને આજે કરવામાં આવ્યો એના જવાબ માં આપ ની મુરાદ એમ હતી કે મૌલાતુના હુરરત ઉલ મલેકા મિસર માં હાઝીર નહોતા અને શાહિદ નહોતા જ્યારે ૨૦ માં ઈમામ એ સીજીલ્લ

ઉલ બીશારત લખું.(મૌલાતુના હુરરત ઉલ મલેકા યમન માં હતા) અને આપ એ જે પેહલા એફિડેવિટ ઓફ એવીડન્સ માં કહ્યું છે તે શું કે મૌલાતુના હુરરત ઉલ મલેક નસ્સ ના અકેલા શાહિદ હતા કેમ કે આપ એ શહાદત દીધી કે ૨૧ માં ઈમામ તૈયબ ઈમામ છે અને આપ ની શહાદત ના સબબ આ સતર ની દાવત ૨૧ માં ઈમામ ના નામ સી કાઈમ રેહશે.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને સવાલ પૂછો કે આપ એ જે કહ્યું છે કે કે સુલેમાન નબી અ.સ. એ પેહલા આપ ના વારીસ પર નસ્સ ખાનગી માં કીધી, કોઈ બીજા શાહિદ વગર (યા ને કે ફક્ત સુલેમાન નબી અને આપ ના મનસૂસ હાઝીર હતા) યે આપ નું કેહવું શું બુનિયાદ પર છે? સૈયદના ફખરુદ્દીન એ ફરમાયુ કે સુલેમાન નબી એ પેહલી વખ્ત ખાનગી માં નસ્સ કીધી યે બયાન સૈયદનલ કાઝી અલ નોઅમાન રી.અ. એ જે ઈમામ ના દાઈ અને કાઝી અલ કુઝાત (ચીફ જસ્ટીસ) હતા, આપ એ આપના કિતાબ અસાસ ઉત તાવીલ માં લખું છે. એજ કિતાબ માં સૈયદનલ કાઝી અલ નોઅમાન બયાન કરે કે જે વખ્ત સુલેમાન નબી ની આખિર ઉમર માં પાછી નસ્સ કીધી તે વખ્ત દાવત ના હુદૂદ એ એમ કહ્યું કે જો એ સગલા પેહલા જાણી લેતા કે મનસૂસ કોણ છે તો એ સગલા ના જાણવાની (અજ્ઞાન પણા ની) મુશ્કેલ ન ભોગવતે. સૈયદનલ કાઝી અલ નોઅમાન આ વાકેઆ ના બારામાં કુરઆન મજીદ ની એક આયત નું ભી બયાન કરે છે.

ઇકબાલ ચાગલા એ સૈયદના ફખરુદ્દીન ને પૂછું કે આપ એ ફરમાયુ કે અમીરુલ મુમિનીન મૌલાના અલી સ..અ. ને ઇશારા સી કાઈમ કીધા ( સ્પષ્ટ શબ્દો માં નહીં) તો આપ ની શું મુરાદ હતી? તો સૈયદના એ ફરમાયુ કે રસુલુલ્લાહ સ.અ. આપ ના બયાન માં અલી નું નામ આપ ના નામ સાથે જોડી ને ફરમાયુ એના સી હાઝરીન વાસ્તે ઈશારો કીધો કે અલી આપ ના વારીસ છે. રસુલુલ્લાહ એ ફરમાયુ કે “જેનો મૌલા મેં છું અલી એના મૌલા છે”. ઇકબાલ ચાગલા એ પછી સૈયદના ને પૂછું કે શું રસુલુલ્લાહ એ મૌલાના અલી ને કાઈમ કીધા તે લોગો ના દરમિયાન હતું (public anointment)? તો સૈયદના એ ફરમાયુ કે એ વાત સહી છે.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને પૂછું કે શું આપ ૫૧ માં દાઈ ના ખત સી આશના (familiar) છે તો સૈયદના એ ફરમાયુ કે એક હદ તક આશના છે. ઇકબાલ ચાગલા એ પછી પૂછું કે શું આપ ૫૧ માં દાઈ ના ખત દેખે તો એને પેહ્ચાની શકે? સૈયદના એ ફરમાયુ કે એનો મિસાલ પેશ થાય એ દેખીનેજ ફરમાવી શકે.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને કિતનાક બંધાએલા (bound) કરેલા કાગઝો પેશ કીધા જે હિસ્સો સૈયદના ને બતાયો તે હાથ સી લાઈન વાલા કાગઝ પર પેનસીલ સી લખાયું હતું. ઇકબાલ ચાગલા એ સૈયદના ને પૂછું શું આપ કબુલ કરો છો કે આ ૫૧ માં દાઈ ના હાથ ના ખત છે? સૈયદના ફખરુદ્દીન એ ના ફરમાયુ. ઇકબાલ ચાગલા એ પૂછું કે શું આપ આ કોના હાથ ના ખત છે તે પેહ્ચાની શકો છો? તો સૈયદના એ ના ફરમાયુ.

ઇકબાલ ચાગલા એ પછી સૈયદના ને પૂછું કે શું આ કાગઝ માં એમ લખું છે કે અગર નસ્સ ખાનગી માં ભી કરે તો ૨ યા કે ૪ શાહીદો ની હાઝરી માં જ થવી જોઈએ, સૈયદના ફખરુદ્દીન એ ફરમાયુ કે આ કાગઝ માં એમ નથી લખું ૨ યા કે ૪ શાહિદ ની હાઝરી માં જ થાવી જોઈએ બલકે એમ લખું છે કે ૨ યા ૪ શાહિદ ની હાઝરી માં ભી થઇ શકે અને એમ ભી લખું છે કે દાઈ ને આ અમર માં કુલ ઈખ્તિયાર છે અને એ જેમ ચાહે તેમ કરી શકે છે.

નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ આઇન્દા સૈયદના ના ક્રોસ એક્ઝામિનેશન ના વાસ્તે ૧૩ એપ્રિલ ૨૦૧૮ તારીખ આપી છે.