કોર્ટ કેસ ના અખબાર – ૧૩, ૧૪ અને ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૮

અલ દાઈલ અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની ઝબાની બોમ્બે હાઈ કોર્ટ માં ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૮ બપોરે ૧૨ વાગ્યે પુનઃ શરુ થઇ.

સૈયદના ફખરુદ્દીન દાવત ના કેસ નંબર ૩૩૭/૨૦૧૪ માં વાદી (plaintiff) ની હેસિયત સી ઝબાની આપી. નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ ના કોર્ટ માં ઝબાની થઇ.

શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન પ્રતિવાદી (defendant) ના સીનીયર કાઉન્સીલ મોહતરમ ઇક્બાલ ચાગલા એ સૈયદના ફખરુદ્દીન ને સવાલો પૂછા.

૧૩ મી ફેબ્રુઆરી ઇકબાલ ચાગલા એ સૈયદના ને ૫૧ માં દાઈ ની એક રિસાલત ના બારામાં સવાલ પુછો જેમાં સૈયદના તાહેર સૈફુદ્દીન ફરમાવે છે કે નસ્સ એક “જમાઅત” ના દરમિયાન થવી જોઈએ. સૈયદના એ જવાબ માં ફર્માયું કે રિસાલત માં અરબી લફ્ઝ “જમાઅત” નો છે અને રસુલુલ્લાહ સ.અ. એ એમ ફરમાવ્યું છે “એકલો એક મુમીન ભી જમાઅત છે”. (المؤمن وحده جماعة)

સૈયદના ને સવાલ થયો કે શું એમ જરૂરી છે કે નસ્સ સ્પષ્ટ શબ્દો માં થવી જોઈએ? સૈયદના એ જવાબમાં ફરમાવ્યું કે જેમ દાઉદી બોહરા કૌમ ના મીસાક ના બયાન માં છે કે નસ્સ સ્પષ્ટ શબ્દો માં કહીને યા સ્પષ્ટ ઇશારા થી થાય.

૧૪ મી ફેબ્રુઆરી ઇકબાલ ચાગલા એ સૈયદના ને ઈસ્માઈલ બિન અબ્દુરરસૂલ ઉજ્જૈની (અલ મજદૂ) ની ફેહરિસ્ત (લીસ્ટ) ના બારામાં સવાલ કરો કે જેમાં ઈસમાઈલી ફીકેહ, તારીખ અને ફલસફત ની કીતાબો ની સૂચિ છે. સવાલ એમ કીધો કે શું એ ફેહરિસ્ત અધિકારીક, પ્રમાણિત (મુસ્તનદ) છે? સૈયદના એ જવાબ ફર્માયો કે એમ ના લેવાઈ કે આ ફેહરિસ્ત પૂરેપૂરી મુસ્તનદ છે કેમ કે એ ફેહરિસ્ત ના તૈયાર કરનાર જે દાઉદી બોહરા કૌમ માં મજદૂ નામ સી ઓળખાઈ છે, તે એ ૪૦ માં દાઈ નો સામનો કરો અને દુશ્મની કીધી.

ઇકબાલ ચાગલા એ મજદૂ ની ફેહરિસ્ત ન બારામાં હજી કેટલાક સવાલો કર્યા જે સવાલો નો નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ નામંજૂર કર્યા એમ કહીને કે શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન (પ્રતિવાદી) ને પહેલા એમ સાબિત કરવું પડશે કે દાઉદી બોહરા કૌમ માં આ ફેહરિસ્ત મુસ્તનદ છે.

૧૬ મી ફેબ્રુઆરી સૈયદના એ ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના બયાન ની એક વિડીયો રેકોર્ડીંગ પેશ કીધી જેમાં ૫૨ માં દાઈ ફરમાવે છે કે દુશ્મન મજદૂ ની કોઈ ભી તસવ્વુર માનવી ન જોઈએ, અને મજદૂ ના સગલા લીખાનો સી ઘનું સંભાળવું જોઈએ.

ઇકબાલ ચાગલા એ કોર્ટ માં ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના બયાન ની એક રેકોર્ડીંગ પેશ કીધી જેના હવાલા થી શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન (પ્રતિવાદી) તરફથી એમ કેહવામાં આવ્યું કે આ ટેપ માં ૫૧ માં દાઈ એમ ઝિકર કરે છે કે નસ્સ ના “શાહીદો” હોવા જોઈએ. સૈયદના એ કોર્ટ માં એજ બયાન ની વાઝેહ કરેલી (પશ્ચાદ ધ્વની વગર) એજ રેકોર્ડીંગ પેશ કીધી અને ફર્માવ્યુ કે એમ વાઝેહ છે કે નસ્સ વાસ્તે શહીદો હોવા જોઈએ એની કોઈ ઝિકર આ રેકોર્ડીંગ માં છે જ નહીં, અને એમ ફરમાવ્યું કે ૫૧ માં દાઈ “શાહીદો” નું કઈ ભી ફર્માવતાજ નથી બલકે સ્પષ્ટ સંભળાઈ છે કે “કાગઝો” ની ઝિકર ફરમાવે છે. નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ આ ઘણા ગંભીર ફરક ની નોંધ લીધી અને એમ કહ્યું કે આ બાબત ની જાંચ તપાસ કરવી પડશે.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને સવાલ કીધો કે ૨૭ માં દાઈ સૈયદના દાઉદ બિન કુતુબશાહ આપ ના કાઈમ ના કરનાર ૨૬ માં દાઈ ના માઝૂન હતા એહના સિવાય આપની સચ્ચાઈ પર કોઈ બીજી દલીલ છે (દાવેદાર સુલેમાન ના ખિલાફ). સૈયદના એ ફરમાવ્યું કે ૨૫ માં દાઈ એ એમ ફરમાવ્યું હતું કે આપના સપના માં ઈમામ તશરીફ લાવ્યા અને ફરમાવ્યું કે તમે “બે દાઉદ” (૨૬ માં દાઈ અજબશાહ, અને ૨૭ માં દાઈ કુતુબશાહ) ને તમારા બાદ દાવત ના રુતબા માં કાઈમ કરજો. સૈયદના એએમ ભી ફરમાવ્યું કે જ્યારે ૨૬ માં દાઈ એ ૨૭ માં દાઈ ને આપના મનસૂસ કાઈમ કીધા, તો કેટલાક લોકોએ વાંધો લીધો, ૨૬ માં દાઈ એ વાંધો લેનાર લોકો ને ફરમાવ્યું કે આ તો ૨૫ માં દાઈ એ આપને (૨૬ માં દાઈ ને) વસિયત કરી હતી કે સૈયદના દાઉદ બિન કુતુબશાહ ને ૨૭ માં દાઈ કાઈમ કરજો.

સૈયદના એ એમ ભી ફરમાવ્યું કે ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન આપ ની રિસાલત માં એમ ઝિકર કરે છે કે સુલેમાન એ પહેલા સૈયદના દાઉદ બિન કુતુબશાહ ને સજદો દીધો અને કબુલ કીધું કે આપના ઉપર નસ્સ થઇ છે, પછી થોડા વરસ પછી ઇનકાર કરીને દાવો કીધો.

(શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન – પ્રતિવાદી – ભી સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન (આ કેસ માં મૂળ વાદી) વાસ્તે સજદો દેતા હતા. એની વિડીયો રેકોર્ડીંગ કોર્ટ માં પેશ કરી છે.)

નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ હવે પછી સૈયદના ના ક્રોસ એક્ઝામિનેશન વાસ્તે ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૧૮ અને હજી જરૂરત પડે તો ૧૦, ૧૧ મી અને ૧૩ મી એપ્રિલ ૨૦૧૮ ની તારીખ આપી છે.