કોર્ટ કેસ ના અખબાર – ૮,૯ અને ૧૨ જાન્યુઆરી ૨૦૧૮.

અલ દાઈ અલ અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની ઝબાની બોમ્બે હાઈ કોર્ટ માં ૮ મી જાન્યુઅરી ૨૦૧૮  ના રોજે બપોરે ૧૨ વાગે ઐતિહાસિક કોર્ટ રૂમ નમ્બર ૪૬ માં શરુ થઇ. સૈયદના ફખરુદ્દીન દાવત ના કેસ નમ્બર ૩૩૭/૨૦૧૪ માં વાદી (Plaintiff) ની હેસિયત સી સાક્ષી આપી. નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ ના કોર્ટ માં ઝબાની થઇ.

શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન (પ્રતિવાદી) ના વકીલ (સીનીયર કાઉન્સિલ) મોહતરમ ઇકબાલ ચાગલા એ સૈયદના ફખરુદ્દીન ને સવાલો પૂછા.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને દાઉદી બોહરા ની તારીખ (ઈતિહાસ) ના કિતાબ મુન્તઝા ઉલ અખબાર સહી છે કે નહીં એના બારા માં સવાલો પૂછા. સૈયદના એ જવાબ દીધો કે ઝ્યાદાતર એ સહી છે. પણ અમુક જગહ ગલ્તીઓ ભી છે કે જે ગલ્તીઓ માં સી અમુક ની નોંધ જામેઆ સૈફીયાહ દ્વારા છપાએલા મુન્તઝા ઉલ અખબાર ના નુસ્ખા (આવૃત્તિ) ના આખરમાં હાશિયા માં નોંધ ભી છે.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને પૂછું કે શું સબબ સી આપ એમ ન માનવામાં આવ્યું કે શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદીન (પ્રતિવાદી) પર નસ્સ થઇ છે. સૈયદના એ જવાબ માં ફર્માયું કે આપ એ શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન ને આપ ના બાવાજી સાહેબ સૈયદના કુત્બુદ્દીન (વાદી) ને ઘણા વર્ષો સુધી સજદો દેતા જોયા છે. એમ અમલ કરીને શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન (પ્રતિવાદી) એ પોતે એમ કબૂલ કીધું કે સૈયદના કુત્બુદ્દીન (મૂળ વાદી) ને સૈયદના બુરહાનુદ્દીન એ આપ ના મનસૂસ કાઈમ ફરમાયા છે અને સૈયદના કુત્બુદ્દીન બાવનમાં દાઈ ને વારિસ થાસે.

સવાલો ના જવાબ દેતા હુઆ સૈયદના એ બે (૨) મૌકા ની ઝિકર કીધી જેમાં બાવનમાં દાઈ સૈયદના બુરહાનુદ્દીન એ શેહ્ઝાદા મુફદ્દ્લ સૈફુદ્દીન જે તરહ સી સૈયદના કુત્બુદ્દીન સાથે પૈશ આવતા હતા (વર્તાવ કરતા) એહના પર પોતાની નારાઝગી જાહેર કીધી.

પેહલો મૌકે – જ્યારે દાવત ની રસ્મ ના ખિલાફ, શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન અને એના ભાઈઓ સૈયદના બુરહાનુદ્દીન ના ૧૦૦ માં મીલાદ ની વઅઝ બાદ સૈયદના કુત્બુદ્દીન ના પહેલા જઈને સૈયદના બુરહાનુદ્દીન ને મોઆનકહ ( ગળે વળગી વધામણી આપવા ની રસમ) કરવાની કોશિશ કરી અને બુરહાનુદ્દીન મૌલાએ તેમને રોકીને સૈયદના કુત્બુદ્દીન ને સૌથી પેહલા મોઆનકહ કરવા યાદ ફરમાવ્યા.

બીજો મૌકે – જયારે સૈયદના બુરહાનુદ્દીન ખુદ યે સૈયદના ફખરુદ્દીન અને આપના બહેન ને ફરમાવ્યું કે આપ એ આપ ના ફર્ઝંદો ને ફરમાવ્યું છે કે સૈયદના કુત્બુદ્દીન ના બારામાં ગલત વાતો ન કરે અને જેમ પહેલા એહ્તેરામ (અદબ) રાખતા હતા તેમ એહ્તેરામ રાખે.

આ બે (૨) મૌકે ની ઝિકર સૈયદના એ ત્યારે ફરમાવી જ્યારે ઇકબાલ ચાગલા એ સૈયદના ને પૂછું કે શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન (પ્રતિવાદી) જે તરહ સી સૈયદના કુત્બુદ્દીન સાથે પેશ આવતા હતા એ વાત પર સૈયદના બુરહાનુદ્દીન એ કોઈ ભી વખ્ત શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદીન પર નારાઝગી (અણગમો) જાહેર કીધી છે?

નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ સૈયદના ના ક્રોસ એક્ઝામિનેશન (પરીક્ષણ) વાસ્તે ૧૩, ૧૪ અને ૧૬ મી ફેબ્રુઆરી, ૨૦૧૮ ની તારીખ આપી છે.