હાઈ કોર્ટ કેસ ના અખબાર તા. ૮, ૧૧ અને ૧૨ મી ડીસેમ્બર ૨૦૧૭

અલ દાઈ અલ અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની ઝબાની બોમ્બે હાઈ કોર્ટ માં ૮ મી ડીસેમ્બર ૨૦૧૭ ના રોજે બપોરે ૧૨ વાગે ઐતિહાસિક કોર્ટ રૂમ નમ્બર ૪૬ માં શરુ થઇ. સૈયદના ફખરુદ્દીન દાવત ના કેસ નમ્બર ૩૩૭/૨૦૧૪ માં વાદી (Plaintiff) ની હેસિયત સી સાક્ષી આપી. નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ ના કોર્ટ માં ઝબાની થઇ.

સૈયદના (Plaintiff) એ બરકતવંતા કુરઆન મજીદ હાથ માં લઈને કસમ ખાઈ ને બિસ્મિલ્લાહ પઢીને ઝબાની શરુ કરી.

સૈયદના ને પહેલા આપણા વકીલ મોહતરમ આનંદ દેસાઈ એ (ડી.એસ.કે.લીગલ) એ સવાલો પૂછા. નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ ભી સૈયદના ને સવાલો પૂછા.

આનંદ દેસાઈ એ સૈયદના ને દાઉદી બોહરા કૌમ ના ઈતિહાસ વિષે સવાલ પૂછો, સૈયદના એ ફરમાયું કે દાઉદી બોહરા કૌમ ઈસ્માઈલી શિયા છે, કે જે ઈમામ ઈસ્માઈલ અ.સ. ને તાબે થયા અને ઈસ્માઈલી શિયા ની માન્યતા એમ છે કે વારીસ પર નસ્સ કર્યા પછી તે નસ્સ બદલાઈ ભી   નહીં અને પાછી ખેંચાઈ ભી નહીં. આ માન્યતા દાઉદી બોહરા કૌમ ના અકીદા ના સિદ્ધાંત માં થી છે. આ માન્યતા ઈસ્માઈલી શિયા ની માન્યતા અને બીજા લોગો જે મૂસા કાઝીમ ને તાબે થયા એની માન્યતા ના વચ્ચે નો ફરક છે. બીજા સગલા એમ માને છે કે ઈસ્માઈલ ઈમામ ની નસ્સ પાછી ખેંચાઈ ગઈ અને જાઅફરુસ સાદિક ઈમામ એ પછી મૂસા કાઝીમ પર નસ્સ કીધી.

( આ કેસ ના વિવાદિત મુદ્દાઓ માં સી એક મુદ્દો એ છે કે શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન (પ્રતિવાદી) તરફથી કોર્ટ માં એમ સોગંદપૂર્વક નિવેદન આપવામાં આવ્યું છે કે નસ્સ બદલી ભી શકાઈ છે અને નસ્સ પાછી ભી ખેંચી શકાઈ છે.

આનંદ દેસાઈ એ પછી સૈયદના ને પૂછું કે દાઉદી બોહરા કૌમ ના ઇલ્મ (જ્ઞાન) ના સ્ત્રોત કયા છે. સૈયદના એ જવાબ ફરમાયો કે કિતાબો ની તરતીબ (ક્રમ) માં સૌથી વધીને કુરઆન મજીદ છે. તે પછી રસુલુલ્લાહ સ.અ. ની હદીસ અને ઇમામો ના કલામ, એજ મરતબા (સ્થાન) પર દોઆતો ની કિતાબો છે. સૈયદના એ તફસીર (વિસ્તૃત વર્ણન) કરી કે કિતાબો નોંધ ની મિસલ છે અને દોઆતો જે એની શફહી (મૌખિક) માઅના (અર્થ) બયાન કરે તે સગલા સી વધીને છે, કેમ કે તે કિતાબો ની સહી માઅના અને તફસીર છે.

સૈયદના એ ફર્માયું કે આપ આ કેસ માં અકીદા (માન્યતા) ના મુદ્દાઓ સાબિત કરવા માટે ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈયદના રી.અ. અને ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના મૌખિક બયાનો અને તફસીર પર એતેમાદ કરશે (પુરાવા આપશે).

નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ સૈયદના ને પૂછું કે જે વખ્તે નસ્સ થાય તે સમયે શું એમ જરૂરી છે કે બીજા લોકૉ ને ભી ખબર હોઈ કે નસ્સ થઇ છે, તો સૈયદના એ ફર્માવ્યુ કે એમ જરૂરી નથી અને અનિવાર્ય નથી કે બીજા લોકોને ખબર હોઈ અને ફરમાવ્યું કે ઈતિહાસ માં એમ બન્યું છે કે નસ્સ કીધી હોઈ અને ખાનગી રાખવામાં આવી હોઈ જેથી ખિલાફ (વિરુદ્ધ) ના લોકો દાવત ના સિલસિલા ના નિઝામ (ક્રમ માં) ખલેલ (વિક્ષેપ) કરવાની કોશિશ ના કરે.

આનંદ દેસાઈ એ સૈયદના ને સવાલ કરો કે જયારે એમ બને કે મનસૂસ (ઉત્તરાધિકારી) એના નાસ (પૂર્વાધિકારી) ની હયાતી માં જ વફાત (ગુઝરી જાઈ) થઇ જાઈ ગાદી નશીન થવા પહેલા (દાઈ ના પદ ઉપર આવા પહેલા) તો શું થાય, તો સૈયદના એ જવાબ દીધો કે જયારે નસ્સ થઇ જાઈ તો મનસૂસ તે આલા મકામ (ઊંચા હોદ્દા) માં આ આલમ માં – દુનિયામાં – પોહંચી ચુક્યા છે તા કે એ આલા મકામ માં જન્નત માં પોહંચે છે. અગર મનસૂસ દાઈ ની હયાતીમાં વફાત થઇ જાઈ તો દાઈ તે વખ્ત બીજા મનસૂસ ને નસ્સ કરીને કાઈમ કરે. આ વાત સાબિત કરવાના વાસ્તે સૈયદના એ અમુક મિસાલો (દાખલાઓ) પેશ કીધા. એમાં કુરઆન મજીદ માં સૂરત એ મરયમ ની ૫૩ મી આયત દલીલ માં પેશ કીધી. એ આયત માં હારૂન ને, કે જે હારૂન મૂસા નબી ના મનસૂસ હતા, યે હારૂન ને કુરઆન મૂસા ના જ મકામ માં, યાની નબી ગરદાને (માને) છે. હારૂન વફાત થયા પછી  મૂસા એ બીજા મનસૂસ ને કાઈમ કીધા.

આનંદ દેસાઈ એ સૈયદના ને પૂછું કે સજદો જે ઈબાદત વાસ્તે હોઈ અને તે સજદો કે જે ઈમામ  યા એના દાઈ ને કરે એમાં ફરક શું છે. સૈયદના એ ફરમાવ્યું કે ઈબાદત નો સજદો ફક્ત અલ્લાહ તઆલા ને થાય. જે ઈમામ યા દાઈ ને સજદો કરે એ સજદા ને “તકબીલુલ અર્દ” (યાને ઝમીન ને ચૂમવું) ભી કેહવાઈ છે અને એ એહ્તેરામ (માન) અને અઝમત (આદર) ની ટોચ સમાન છે.

(આ વાત અગત્ય ની છે કેમકે સૈયદના ની કોર્ટ માં પેશી એમ છે કે ફક્ત ઈમામ યા જે સાહેબ હવે ઈમામ થાનાર છે, યા કે દાઈ અથવા જે હવે દાઈ થાનાર છે, એહને જ સજદો થઇ શકે, શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન – (પ્રતિવાદી) અને એના ભાઈઓ સૈયદના કુત્બુદ્દીન (મૂળ વાદી) ને સજદો કરતા હતા.)

આનંદ દેસાઈ એ સૈયદના ને એમ ભી પૂછું કે એવા કોઈ જુમલાઓ (શબ્દો) છે કે જે દાઈ અને માઝૂન ને સાથે જોડી ને વપરાયા છે. સૈયદના એ મીસાલ ના તૌર (ઉદાહરણ રૂપે) પર આ જુમલાઓ ની ઝિકર કીધી.

  • માઝૂન દાઈ ના જમણા હાથ (યમીન) છે અને દાઈ ના સાથે દાવત કાઈમ કરે છે.
  • દાઈ અને માઝૂન દાવત ના ફર્ઝંદો ના બાવા અને માં છે.
  • માઝૂન દાઈ ના સચ્ચા દોસ્ત (સદીક) છે અને મુમિનીન ના ઉપર શાહિદ (ગવાહ) છે.

સૈયદના એ એમ ભી ગવાહી આપી કે ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈયદના રી.અ. યે જે સૈયદના કુત્બુદ્દીન રી.અ. ને મિસાલ (કાગઝ, પત્ર) લખેલ હતો, એ મિસાલ ને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. નઝર ફરમાવે છે એની અમુક તસ્વીરો (ફોટાઓ) છે. સૈયદના બુરહાનુદ્દીન અને સૈયદના કુત્બુદ્દીન બંને એ તસ્વીર માં નજર આવે છે, અને સૈયદના ફખરુદ્દીન એ તે ફોટા ખેંચ્યા છે, એ મિસાલ માં ૫૧ માં દાઈ યે વાઝેઅ ઇશારા (ચોક્ખા સંકેતો) કીધા છે કે સૈયદના કુત્બુદ્દીન (મૂળ વાદી) ૫૩ માં દાઈ થાશે.

નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ સૈયદના ને પૂછું કે આપ ૫૧ માં દાઈ અને ૫૨ માં દાઈ ની વાઅઝો ની ઓડીઓ અને વિડીઓ રેકોર્ડીંગ પર શું કામ એતેમાદ (નિર્ભરતા) કર્યો છે, સૈયદના એ જવાબ ફરમાવ્યો કે આ રેકોર્ડીંગ પર એતેમાદ એ વાસ્તે કર્યો છે કેમ કે અકીદા (માન્યતા) ના કેટલાક મહત્ત્વ ના ઉસૂલ (સિદ્ધાંત) ૫૧ માં દાઈ અને ૫૨ માં દાઈ ના બયાનો વિશ્વસનીય અને મોઅતમદ (પ્રમાણભૂત) છે. એમાં થી કેટલાક ઉસૂલ છે:

  • નસ્સ ખાનગી (private conferment) માં થઇ શકે
  • મનસૂસ પોતાના નફસ (ખુદ) ના માટે અને પોતાના હકમાં  (favour) શહાદત (સાક્ષી) આપી શકે, એમ બતાવવાને કે દાઈ એ આપ ના ઉપર નસ્સ કીધી છે
  • નસ્સ ઇશારા સી થઇ શકે
  • નસ્સ એક વાર કીધા પછી બદલાઈ ભી નહીં અને પાછી ખેંચાઈ ભી નહીં (cannot be changed, revoked or superseded)
  • માઝૂન ના રુતબા નો આલા મકામ (દરજ્જો) અને વિશ્વસનીયતા (credibility) બતાવવા વાસ્તે

સૈયદના નું પરીક્ષણ (examination in chief) તમામ થયુ અને શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન (પ્રતિવાદી) ના વકીલ (senior council) મોહતરમ ઇક્બાલ ચાગલા એ સૈયદના ફખરુદ્દીન નું પરીક્ષણ (cross examination) શરુ કીધું.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને આપની નિજી બાબતો (personal background) ના બારામાં ઘણા સવાલો પૂછા, ખાસ્સતન સૈયદના નું શિક્ષણ, આપના રહેઠાણ, આપના વ્યાપાર અને આપ ના પરિવાર ને લાગતા વળગતા સવાલો પૂછા.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને દાવત ના અસરાર (ભેદ) અને ખાસ ઇલ્મ નો સવાલ કીધો કે જેના સી આપ ને સૈયદના કુત્બુદ્દીન (મૂળ વાદી) એ ખાસ કીધા અને પૂછું કે એ ઇલ્મ શું કામ આપું. સૈયદના એ જવાબ ફરમાવ્યો કે આ ખાસ ઇલ્મ આપું તાકે આપ દાઈ અને દાવતની ખિદમત કરી શકે. ઇકબાલ ચાગલા એ પૂછું કે શું સૈયદના કુત્બુદ્દીન  સૈયદના ફખરુદ્દીન સી દાઈ અને દાવત ની ખિદમત ની શું ઉમ્મીદ રાખતા હતા, સૈયદના એ જવાબ દીધો કે જેમ સૈયદના કુત્બુદ્દીન એ દાઈ અને દાવત ની ખિદમત કીધી એમ, ઇખ્લાસ (નિષ્ઠા) અને નશાત (devotion)  ના સાથે.

ઇકબાલ ચાગલા એ સૈયદના ને સવાલ કરો કે જયારે વિવાદ ઉભો થાય કે દાઈ કોણ છે, તો એમાં માઝૂન નું શું અમલ (ભૂમિકા) હોઈ. સૈયદના ફખરુદ્દીન એ ફરમાવ્યું કે દાઈ કોણ છે એ વિવાદ ના વખ્ત માં માઝૂન નો કૌલ મોતમદ (પ્રમાણભૂત) અને વિશ્વસનીય રહ્યો છે.

સૈયદના ફખરુદ્દીન ને પૂછું કે આપે ક્યારે એમ જાણું કે આપના બાવાજી સાહેબ ૫૩ માં દાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ના વારસ છે, સૈયદના એ જવાબ ફરમાવ્યો કે એ સમય ના સાથે વધુ અને વધુ માલુમ પડતું ગયું (it was a progression).  નાની ઉંમર સી જેમ વખ્ત પસાર થતો ગયો તેમ ઝ્યાદા અને ઝ્યાદા માલુમ પડતું ગયું. અને ૫૨ માં દાઈ ના શેહ્ઝાદાઓ, અને શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન (પ્રતિવાદી) સહિત, સગલા સૈયદના કુત્બુદ્દીન ને સજદો  દેતા અને ૫૨ માં દાઈ અને સૈયદના કુત્બુદ્દીન ને સાથે કરીને “બેવે મૌલા” કહીને ખિતાબ (સંબોધન) કરતા હતા. એ સગલા ના અમલ એ ભી મને એમ ઝ્યાદા બતાવું.

ઇકબાલ ચાગલા એ અખબાર (સમાચાર પત્ર) માં છપાયેલા એક લેખ કોર્ટ માં પુરાવા રૂપે પેશ કીધો. તે જ લેખ પહેલા સૈયદના કુત્બુદ્દીન એ આપે કોર્ટ માં રજુ કરેલી મૂળ અરજીમાં માં પેશ કીધો હતો પણ તે વખ્તે પ્રતિવાદી શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદીન એ તે માન્ય ન્હોતો રાખ્યો. સમાચાર પત્રો માં છપાયેલા આ લેખ માં હિન્દુસ્તાન ના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ (સુપ્રીમ કોર્ટ ના સર્વોચ્ચ ન્યાયધીશ) નામદાર જસ્ટીસ અઝીઝ એહમદી ના નિવેદન વિષે છે, જેમને કહ્યું હતું કે “મેં દસ્તાવેજો ની ધ્યાનપૂર્વક તપાસ કરી છે અને મને એમ યકીન છે કે સૈયદના કુત્બુદ્દીન નું કેહવું કે આપ ૫૩ માં દાઈ છે, તેની બુનિયાદ  સિદ્ધાંત પર આધારિત છે.” (“ I examined the documents and I beleive that Syedna Qutbudin’s stand of the 53 rd Dai is principled”)

નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ આ લેખ ને શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદ્દીન (પ્રતિવાદી) ના પુરાવા (exhibit) તરીકે રેકોર્ડ પર લીધો છે.

નામદાર જસ્ટીસ ગૌતમ પટેલ એ સૈયદના ના પરીક્ષણ (cross examination) ના વાસ્તે ૮ મી, ૯ મી, અને ૧૨ મી જાન્યુઆરી, ૨૦૧૮ એ તારીખ આપી છે.